@amdavadilens
City Guide

અમદાવાદમાં ક્યાં જવું?

ફરવા, કાફે, બજાર, ખાણીપીણી અને હેરિટેજ: 47 જગ્યાઓ, દરેક સાથે નજીકનું મેટ્રો અને BRTS સ્ટેશન.

ફરવા જેવું

Hangouts

સાબરમતી રિવરફ્રન્ટ અને અટલ બ્રિજ

Sabarmati Riverfront & Atal Bridge

નદી કિનારે લાંબો વૉકવે અને બંને કાંઠાને જોડતો પગપાળા અટલ બ્રિજ. સાંજે લાઇટિંગ જોવાલાયક.

✦ સૂર્યાસ્ત પછી જાવ
મેટ્રો: ગાંધીગ્રામ · 786 મી.
BRTS: M J Library · 511 મી.

રિવરફ્રન્ટ ફ્લાવર પાર્ક

Riverfront Flower Park

રિવરફ્રન્ટ પરનો મોટો ફૂલ બગીચો. શિયાળામાં ફ્લાવર શો અહીં જ ભરાય છે.

✦ જાન્યુઆરીમાં ફ્લાવર શો
મેટ્રો: ગાંધીગ્રામ · 1.0 કિમી
BRTS: M J Library · 643 મી.

કાંકરિયા તળાવ

Kankaria Lake

1451નું ઐતિહાસિક તળાવ. ટોય ટ્રેન, ઝૂ, બાલવાટિકા, નગીનાવાડી અને ડિસેમ્બરમાં કાંકરિયા કાર્નિવલ.

✦ ડિસેમ્બરનો કાર્નિવલ
મેટ્રો: કાંકરિયા ઈસ્ટ · 1.2 કિમી
BRTS: Kankariya Lake Shukla Dada Chowk · 405 મી.

લૉ ગાર્ડન

Law Garden

શહેરનો જૂનો બગીચો. બહાર સાંજે બજાર અને ખાણીપીણીની લારીઓ.

✦ સાંજે 7 પછી
મેટ્રો: પાલડી · 899 મી.
BRTS: Law Garden · 259 મી.

વસ્ત્રાપુર તળાવ

Vastrapur Lake

પશ્ચિમ અમદાવાદનું શાંત તળાવ, વૉકિંગ ટ્રેક અને ઓપન એર થિયેટર.

✦ સવારની વૉક
મેટ્રો: દૂરદર્શન કેન્દ્ર · 1.1 કિમી
BRTS: Andhjan Mandal · 1.1 કિમી

સાયન્સ સિટી

Gujarat Science City

એક્વાટિક ગેલેરી, રોબોટિક ગેલેરી અને નેચર પાર્ક. બાળકો સાથે આખો દિવસ.

✦ ઑનલાઇન ટિકિટ લો
મેટ્રો: થલતેજ ગામ · 3.4 કિમી
BRTS: Bhadaj Circle · 507 મી.

નરેન્દ્ર મોદી સ્ટેડિયમ

Narendra Modi Stadium

દુનિયાનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ, મોટેરામાં. મેચના દિવસે મેટ્રો સૌથી સરળ.

✦ મોટેરા સ્ટેડિયમ મેટ્રો
મેટ્રો: મોટેરા સ્ટેડિયમ · 548 મી.
BRTS: Motera Cross Road · 752 મી.

સિંધુ ભવન રોડ

Sindhu Bhavan Road

શહેરની સૌથી જીવંત સ્ટ્રીટ: કાફે, રેસ્ટોરન્ટ અને રાત્રે યુવાનોની ભીડ.

✦ વીકએન્ડની રાત
મેટ્રો: થલતેજ ગામ · 875 મી.
BRTS: Antariksh Colony · 1.9 કિમી

કાફે

Cafés

સિંધુ ભવન કાફે સ્ટ્રીટ

Sindhu Bhavan cafés

એક જ રોડ પર ડઝનબંધ કાફે, કોફી બાર અને ડેઝર્ટ સ્પોટ. મિત્રો સાથે બેસવા માટે નંબર 1.

✦ સાંજે ટેબલ માટે રાહ
મેટ્રો: થલતેજ ગામ · 680 મી.
BRTS: Antariksh Colony · 2.0 કિમી

પ્રહલાદનગર

Prahladnagar

કોર્પોરેટ રોડ પાસેના કાફે અને બેકરી. ઑફિસ પછીની કોફી માટે જાણીતું.

✦ વર્કિંગ કાફે
મેટ્રો: જીવરાજ પાર્ક · 2.5 કિમી
BRTS: Prahalad Nagar Cross Road · 827 મી.

સી.જી. રોડ

C.G. Road

શહેરનો જૂનો શૉપિંગ રોડ. શૉપિંગ પછી કોફી અને નાસ્તાની જગ્યાઓ.

✦ શૉપિંગ + કોફી
મેટ્રો: સ્ટેડિયમ · 929 મી.
BRTS: Law Garden · 858 મી.

જજીસ બંગલો રોડ, બોડકદેવ

Judges Bungalow Road

બોડકદેવના શાંત કાફે અને બ્રંચ સ્પોટ.

✦ વીકએન્ડ બ્રંચ
મેટ્રો: દૂરદર્શન કેન્દ્ર · 1.4 કિમી
BRTS: ISRO · 1.0 કિમી

બજાર

Bazaars

લૉ ગાર્ડન નાઇટ માર્કેટ

Law Garden Night Market

ચણિયાચોળી, ભરતકામ, ઑક્સિડાઇઝ્ડ ઝવેરાત અને હેન્ડીક્રાફ્ટ. નવરાત્રિ પહેલાં ખૂબ ભીડ.

✦ ભાવતાલ જરૂર કરો
મેટ્રો: પાલડી · 834 મી.
BRTS: Law Garden · 255 મી.

રતનપોળ

Ratan Pol

સાડી, લગ્નનાં કપડાં અને ચણિયાચોળીનું જૂનું બજાર. સાંકડી પોળમાં દુકાનો જ દુકાનો.

✦ લગ્નની ખરીદી
મેટ્રો: ઘીકાંટા · 345 મી.
BRTS: Raikhad Char Rasta · 596 મી.

ઢાલગરવાડ

Dhalgarwad

કાપડ અને ડ્રેસ મટીરિયલનું બજાર, ભદ્રની નજીક.

✦ કાપડ મીટરના ભાવે
મેટ્રો: ઘીકાંટા · 917 મી.
BRTS: Raikhad Char Rasta · 54 મી.

ભદ્ર અને ત્રણ દરવાજા બજાર

Bhadra & Teen Darwaza Market

કપડાં, બંગડી, ચપ્પલ અને ઘરવખરી. સ્ટ્રીટ શૉપિંગનું દિલ.

✦ સવારે ઓછી ભીડ
મેટ્રો: ઘીકાંટા · 592 મી.
BRTS: Raikhad Char Rasta · 319 મી.

માણેક ચોક

Manek Chowk

સવારે શાક, દિવસે સોના-ચાંદી અને રાત્રે ખાઉ ગલી.

✦ દિવસમાં ત્રણ રૂપ
મેટ્રો: ઘીકાંટા · 515 મી.
BRTS: Municipal Corporation Office · 512 મી.

રવિવારી (ગુજરી બજાર)

Ravivari Sunday Market

દર રવિવારે ભરાતું જૂનું બજાર: એન્ટિક, જૂની વસ્તુઓ, પુસ્તકો અને ઘરવખરી.

✦ ફક્ત રવિવારે, વહેલા જાવ
મેટ્રો: ગાંધીગ્રામ · 986 મી.
BRTS: Lokamanya Tilak Baug · 403 મી.

રિલીફ રોડ

Relief Road

ઇલેક્ટ્રોનિક્સ, મોબાઇલ એસેસરીઝ અને જૂની દુકાનોનો રોડ.

✦ ઇલેક્ટ્રોનિક્સ
મેટ્રો: ઘીકાંટા · 328 મી.
BRTS: Municipal Corporation Office · 750 મી.

જમાલપુર ફૂલ બજાર

Jamalpur Flower Market

વહેલી સવારે ગલગોટા, ગુલાબ અને હારનું હોલસેલ બજાર. રંગોથી ભરેલું.

✦ સવારે 6 વાગ્યે
મેટ્રો: ઘીકાંટા · 1.6 કિમી
BRTS: Lokamanya Tilak Baug · 681 મી.

સિંધી માર્કેટ

Sindhi Market

કાપડ અને તૈયાર કપડાંનું હોલસેલ બજાર, કાલુપુર પાસે.

✦ હોલસેલ ભાવ
મેટ્રો: કાલુપુર · 680 મી.
BRTS: Sarangpur Darwaja · 435 મી.

ખાણીપીણી

Food

માણેક ચોક ખાઉ ગલી

Manek Chowk Food Street

પાંવભાજી, ઘૂઘરા, પિઝા, કુલ્ફી અને ચોકલેટ સેન્ડવિચ. મોડી રાત સુધી ખુલ્લું.

✦ રાત્રે 9 પછી
મેટ્રો: ઘીકાંટા · 543 મી.
BRTS: Municipal Corporation Office · 502 મી.

લૉ ગાર્ડન ખાણીપીણી

Law Garden Food Stalls

સાંજની ચાટ, દાબેલી, ગોલા અને પાંવભાજી.

✦ સાંજનો નાસ્તો
મેટ્રો: પાલડી · 965 મી.
BRTS: Law Garden · 294 મી.

રાયપુર ભજિયા

Raipur Bhajiya

રાયપુર દરવાજા પાસેના પ્રખ્યાત ભજિયા. વરસાદમાં લાઇન લાગે.

✦ વરસાદની સાંજ
મેટ્રો: કાલુપુર · 1.2 કિમી
BRTS: Astodiya Darwaja · 190 મી.

લકી રેસ્ટોરન્ટ

New Lucky Restaurant

કબરોની વચ્ચે ચા અને બન-મસ્કા. એમ.એફ. હુસેનનું ચિત્ર પણ અહીં.

✦ ચા + બન-મસ્કા
મેટ્રો: ઘીકાંટા · 644 મી.
BRTS: Lokamanya Tilak Baug · 633 મી.

અગાશીયે, હાઉસ ઑફ એમજી

Agashiye, House of MG

હેરિટેજ હવેલીની અગાશી પર ગુજરાતી થાળી, સીદી સૈયદની મસ્જિદ સામે.

✦ રાત્રે થાળી
મેટ્રો: ઘીકાંટા · 551 મી.
BRTS: Lokamanya Tilak Baug · 562 મી.

ચંદ્રવિલાસ

Chandravilas

જૂના શહેરની જાણીતી ફાફડા-જલેબીની જગ્યા. રવિવારની સવારનું અમદાવાદ.

✦ રવિવારની સવાર
મેટ્રો: ઘીકાંટા · 557 મી.
BRTS: Raikhad Char Rasta · 448 મી.

હેરિટેજ

Heritage

ભદ્રનો કિલ્લો

Bhadra Fort

1411માં અહમદશાહે બંધાવેલો કિલ્લો. ભદ્રકાળી મંદિર અને કોટવાલની દરગાહ પાસે.

✦ સાંજનું વાતાવરણ
મેટ્રો: ઘીકાંટા · 788 મી.
BRTS: Lokamanya Tilak Baug · 240 મી.

ત્રણ દરવાજા

Teen Darwaza

1415નો ત્રણ કમાનવાળો દરવાજો. 1812નું દીકરીઓના હક્કનું ફરમાન અહીં કોતરેલું.

✦ ફરમાન શોધજો
મેટ્રો: ઘીકાંટા · 526 મી.
BRTS: Raikhad Char Rasta · 374 મી.

જામા મસ્જિદ

Jama Masjid

1424માં અહમદશાહે બંધાવેલી મસ્જિદ. 260 સ્તંભવાળો વિશાળ હોલ.

✦ શાંતિથી મુલાકાત
મેટ્રો: ઘીકાંટા · 565 મી.
BRTS: Municipal Corporation Office · 481 મી.

સીદી સૈયદની જાળી

Sidi Saiyyed Mosque

પથ્થરમાં કોતરેલી વૃક્ષની પ્રખ્યાત જાળી, અમદાવાદની ઓળખ.

✦ સવારનો પ્રકાશ
મેટ્રો: ઘીકાંટા · 624 મી.
BRTS: Lokamanya Tilak Baug · 590 મી.

ઝૂલતા મિનારા

Jhulta Minar

એક મિનારો હલાવો તો બીજો પણ હલે, એવી પ્રખ્યાત વાત. કાલુપુર સ્ટેશન પાસે.

✦ કાલુપુર પાસે
મેટ્રો: કાલુપુર · 397 મી.
BRTS: Sarangpur Darwaja · 213 મી.

હઠીસિંહનાં દેરાં

Hutheesing Jain Temple

1848નું સફેદ આરસનું જૈન મંદિર, બારીક કોતરણી.

✦ શાહીબાગ પાસે
મેટ્રો: ઘીકાંટા · 972 મી.
BRTS: Prem Darwaja · 290 મી.

સાબરમતી આશ્રમ

Sabarmati Ashram

1917થી 1930 સુધી ગાંધીજીનું ઘર, હૃદયકુંજ અને મ્યુઝિયમ.

✦ સવારે જાવ
મેટ્રો: રાણીપ · 1.0 કિમી
BRTS: R.T.O. Circle · 860 મી.

કોચરબ આશ્રમ

Kochrab Ashram

1915: ગાંધીજીનો ભારતમાં પહેલો આશ્રમ, પાલડીમાં.

✦ શાંત જગ્યા
મેટ્રો: પાલડી · 526 મી.
BRTS: Law Garden · 1.2 કિમી

સરખેજ રોઝા

Sarkhej Roza

તળાવ, મસ્જિદ અને મકબરાનું સુંદર સંકુલ, શહેરની દક્ષિણ-પશ્ચિમે.

✦ સાંજનો સૂર્યાસ્ત
મેટ્રો: જીવરાજ પાર્ક · 3.5 કિમી
BRTS: Sarkhej Circle · 660 મી.

દાદા હરિની વાવ

Dada Hari Stepwell

1499ની કોતરણીવાળી વાવ, અસારવામાં.

✦ બપોરે ઠંડક
મેટ્રો: કાલુપુર · 1.6 કિમી
BRTS: G.C.S. Hospital · 175 મી.

અડાલજની વાવ

Adalaj Stepwell

પાંચ માળ ઊંડી, કોતરણીથી ભરેલી વાવ, ગાંધીનગર જતાં.

✦ સવારે ઓછી ભીડ
મેટ્રો: નર્મદા કેનાલ · 6.3 કિમી
BRTS: Adalaj Circle · 667 મી.

અમદાવાદની ગુફા

Amdavad ni Gufa

જમીન નીચે બનેલી અનોખી આર્ટ ગેલેરી, એમ.એફ. હુસેનની કલા સાથે.

✦ CEPT પાસે
મેટ્રો: કોમર્સ છ રસ્તા · 338 મી.
BRTS: LD Engg. College · 452 મી.

અક્ષરધામ, ગાંધીનગર

Akshardham, Gandhinagar

ગુલાબી પથ્થરનું ભવ્ય મંદિર અને સાંજનો વૉટર શો.

✦ સાંજનો શો
મેટ્રો: અક્ષરધામ · 1.2 કિમી
BRTS: Amba Township · 10.9 કિમી

મંદિર

Temples
નગરદેવી ભદ્રકાળી મંદિર

નગરદેવી ભદ્રકાળી મંદિર

Bhadrakali Temple, Bhadra

અમદાવાદનાં નગરદેવી. શહેરનાં સૌથી જૂનાં મંદિરોમાંનું એક, ભદ્રના કિલ્લા પાસે.

✦ નવરાત્રિમાં ખાસ શણગાર
મેટ્રો: ઘીકાંટા · 698 મી.
BRTS: Lokamanya Tilak Baug · 312 મી.
જગન્નાથજી મંદિર, જમાલપુર

જગન્નાથજી મંદિર, જમાલપુર

Jagannath Temple, Jamalpur

લગભગ સાડા ચારસો વર્ષ જૂની જગ્યા, જેની શરૂઆત હનુમાનદાસજીના નાના હનુમાન મંદિરથી થઈ. 1878થી અહીંથી રથયાત્રા નીકળે છે.

✦ અષાઢી બીજે રથયાત્રા
મેટ્રો: ઘીકાંટા · 2.0 કિમી
BRTS: Municipal Corporation Office · 1.1 કિમી
સ્વામિનારાયણ મંદિર, કાલુપુર

સ્વામિનારાયણ મંદિર, કાલુપુર

Swaminarayan Temple, Kalupur

સ્વામિનારાયણ સંપ્રદાયનું પહેલું મંદિર, 1822. જમીન અંગ્રેજ સરકારે આપી હતી. લાકડાની બારીક કોતરણી જોવા જેવી.

✦ AMCની હેરિટેજ વૉક અહીંથી શરૂ થાય છે
મેટ્રો: ઘીકાંટા · 453 મી.
BRTS: Delhi Darwaja · 859 મી.
કૅમ્પ હનુમાન મંદિર

કૅમ્પ હનુમાન મંદિર

Camp Hanuman Temple

શાહીબાગના લશ્કરી કૅન્ટોનમેન્ટમાં આવેલું શહેરનું જાણીતું હનુમાન મંદિર. અંગ્રેજોના સમયથી ઓળખાય છે.

✦ ફોટો ID સાથે રાખો; મંગળ-શનિ ભીડ
મેટ્રો: એ ઇ સી · 1.4 કિમી
BRTS: Hanuman Camp · 377 મી.
કોચરબા દેવી મંદિર, પાલડી

કોચરબા દેવી મંદિર, પાલડી

Kochrab Devi Temple, Paldi

અમદાવાદ વસ્યું તે પહેલાંનાં દેવી. કોચરબ ગામ અને આજનો કોચરબ વિસ્તાર આ નામ સાથે જોડાયેલાં છે.

✦ આશ્રમ સાથે એક જ સફરમાં
મેટ્રો: પાલડી · 718 મી.
BRTS: M J Library · 1.4 કિમી
ઇસ્કોન મંદિર

ઇસ્કોન મંદિર

ISKCON Temple, Ahmedabad

SG હાઇવે પાસેનું મોટું કૃષ્ણ મંદિર. સાંજની આરતી અને કીર્તન માટે જાણીતું.

✦ જન્માષ્ટમીએ ભારે ભીડ
મેટ્રો: થલતેજ ગામ · 2.2 કિમી
BRTS: ISKCON Cross Road · 329 મી.
વૈષ્ણોદેવી તીર્થધામ

વૈષ્ણોદેવી તીર્થધામ

Vaishno Devi Temple, SG Highway

SG હાઇવે પર કૃત્રિમ પહાડી પર બનેલું મંદિર: ગુફાનો રસ્તો અને પગથિયાં ચઢીને દર્શન.

✦ સાંજે લાઇટિંગ સરસ
મેટ્રો: મોટેરા સ્ટેડિયમ · 7.3 કિમી
BRTS: Gota Vasant Nagar Township · 4.0 કિમી

નકશા પરની પિન અંદાજિત છે. રસ્તા માટે દરેક કાર્ડ પરનું Google Maps બટન વાપરો. કોઈ જગ્યા ઉમેરવી હોય તો Instagram પર કહો.