લાલ દરવાજા પાસે, સીદી સૈયદની મસ્જિદથી થોડે દૂર, એક જાણીતી રેસ્ટોરન્ટ છે: ન્યૂ લકી રેસ્ટોરન્ટ. બહારથી સામાન્ય. પણ અંદર જાવ તો ટેબલોની વચ્ચે લીલા રંગની કબરો દેખાય.
આ જગ્યા જૂના કબ્રસ્તાન પર બની છે. રેસ્ટોરન્ટ બની ત્યારે કબરો હટાવવામાં ન આવી. એની ફરતે જાળી બાંધી, અને દુકાન એની આસપાસ જ ઊભી થઈ.
રોજ સવારે કબરો સાફ થાય છે, અને એના પર ફૂલ ચડે છે.
લોકો અહીં ખાસ કરીને ચા અને બન-મસ્કા માટે આવે છે. જાણીતા ચિત્રકાર એમ.એફ. હુસેન અહીં નિયમિત આવતા, અને એમણે રેસ્ટોરન્ટને પોતાનું એક ચિત્ર ભેટ આપ્યું હતું, જે આજે પણ દીવાલ પર છે.

આ વાર્તાનો વીડિયો જુઓ
Instagram પર જુઓ →