
મા ભદ્રકાળી
અમદાવાદનાં નગરદેવી. ભદ્રના કિલ્લા પાસે બિરાજે છે, અને શહેર એમને પોતાનાં રક્ષક માને છે.
લોકમાન્યતા: લક્ષ્મીજી આ શહેર છોડીને ન ગયાં, એ વાર્તા પણ અહીંથી જ શરૂ થાય છે.

જે વાર્તાઓ દાદીમાના મોઢે સાંભળી, જે દેવીઓ શહેરની રક્ષા કરે છે, અને જે મંદિરો આજે પણ શહેરનો ધબકાર છે.

અમદાવાદનાં નગરદેવી. ભદ્રના કિલ્લા પાસે બિરાજે છે, અને શહેર એમને પોતાનાં રક્ષક માને છે.
લોકમાન્યતા: લક્ષ્મીજી આ શહેર છોડીને ન ગયાં, એ વાર્તા પણ અહીંથી જ શરૂ થાય છે.

અમદાવાદ વસ્યું 1411માં, પણ કોચરબા દેવીનો ઉલ્લેખ એનાથી પહેલાંના ગ્રંથમાં મળે છે. આજે પણ પાલડીમાં પૂજાય છે.
ઇતિહાસકારો કહે છે: “પ્રબંધ ચિંતામણિ” (1305)માં કર્ણદેવે બંધાવેલા કોચરબા મંદિરનો ઉલ્લેખ છે.

ગુજરાતમાં નદીઓને “લોકમાતા” કહેવાય છે. અરવલ્લીમાંથી નીકળતી સાબરમતીના કિનારે જ સુલતાને શહેર વસાવ્યું.
સસલા અને કૂતરાની લોકકથા પણ આ જ કિનારે બની હોવાનું મનાય છે.
દરેક વાર્તામાં લોકકથા અને ઇતિહાસ અલગ લેબલ સાથે.

જ્યાં એક નાનકડા સસલાએ શિકારી કૂતરાને ભગાડ્યો, ત્યાં એક બાદશાહે શહેર વસાવ્યું.

એક રાત્રે લક્ષ્મીજી શહેર છોડવા નીકળ્યાં. દરવાજે ઊભો હતો એક વફાદાર કોટવાલ.

દિવસે ચણાતી દીવાલ રાત્રે તૂટી જતી. કારણ હતું એક સાધુની ચટાઈ.

અમદાવાદની રક્ષા કોણ કરે છે? રાજા નહીં, સિપાઈ નહીં…

અમદાવાદથી 300 વર્ષ જૂની દેવી, અને એ આજે પણ પાલડીમાં બિરાજે છે.
દરેક મંદિર સાથે નજીકનું મેટ્રો અને BRTS સ્ટેશન. હઠીસિંહનાં દેરાં અને અક્ષરધામ હેરિટેજ ગાઇડમાં છે.

અમદાવાદનાં નગરદેવી. શહેરનાં સૌથી જૂનાં મંદિરોમાંનું એક, ભદ્રના કિલ્લા પાસે.

લગભગ સાડા ચારસો વર્ષ જૂની જગ્યા, જેની શરૂઆત હનુમાનદાસજીના નાના હનુમાન મંદિરથી થઈ. 1878થી અહીંથી રથયાત્રા નીકળે છે.

સ્વામિનારાયણ સંપ્રદાયનું પહેલું મંદિર, 1822. જમીન અંગ્રેજ સરકારે આપી હતી. લાકડાની બારીક કોતરણી જોવા જેવી.

શાહીબાગના લશ્કરી કૅન્ટોનમેન્ટમાં આવેલું શહેરનું જાણીતું હનુમાન મંદિર. અંગ્રેજોના સમયથી ઓળખાય છે.

અમદાવાદ વસ્યું તે પહેલાંનાં દેવી. કોચરબ ગામ અને આજનો કોચરબ વિસ્તાર આ નામ સાથે જોડાયેલાં છે.

SG હાઇવે પાસેનું મોટું કૃષ્ણ મંદિર. સાંજની આરતી અને કીર્તન માટે જાણીતું.

SG હાઇવે પર કૃત્રિમ પહાડી પર બનેલું મંદિર: ગુફાનો રસ્તો અને પગથિયાં ચઢીને દર્શન.
દાદા-દાદી પાસેથી સાંભળેલી કોઈ વાર્તા, કોઈ નાની દેરી કે માતાજીનું સ્થાનક? Instagram DMમાં મોકલો. તપાસીને આગળની વાર્તામાં લઈશું.
DM કરો →