@amdavadilens
Naam ni Vaarta

તમારા વિસ્તારનું નામ ક્યાંથી આવ્યું?

કોઈ નામ સંત પરથી, કોઈ સૂબા પરથી, તો કોઈ આંબાના ઝાડ પરથી. અહીં 12 વિસ્તારોની વાત છે. તમારો વિસ્તાર ન હોય તો Instagram પર પૂછો.

01

અમદાવાદ

AHMEDABAD

1411માં સુલતાન અહમદશાહે નવું શહેર વસાવ્યું અને નામ આપ્યું અહમદાબાદ. એ પહેલાં અહીં આશાવલ અને કર્ણાવતી હતાં.

ઇતિહાસ
02

માણેક ચોક

MANEK CHOWK

સંત માણેકનાથ બાવાના નામ પરથી. કહે છે, એમની ચટાઈ વણાતી રહી ત્યાં સુધી ભદ્રની દીવાલ ઊભી ન રહી.

કહેવાય છે
03

શાહીબાગ

SHAHIBAUG

શાહી બાગ એટલે રાજાનો બગીચો. બાદશાહ બનતાં પહેલાં શાહજહાં અમદાવાદના સૂબા હતા, અને અહીં મહેલ-બગીચો બંધાવ્યાં.

ઇતિહાસ
04

કાંકરિયા

KANKARIA

1451માં બનેલા તળાવનું અસલ નામ હૌઝ-એ-કુત્બ. ખોદકામના કાંકરા પરથી નામ પડ્યું, એવું ઇતિહાસકારો કહે છે.

ઇતિહાસ
05

એલિસબ્રિજ

ELLIS BRIDGE

અંગ્રેજ અધિકારી સર બૅરો હેલ્બર્ટ એલિસના નામ પરથી. આજનું સત્તાવાર નામ: સ્વામી વિવેકાનંદ પુલ.

ઇતિહાસ
06

ઉસ્માનપુરા

USMANPURA

સૂફી સંત સૈયદ ઉસ્માને અહીં ગામ વસાવ્યું. 1460માં મહમૂદ બેગડાએ એમનો રોઝો બંધાવ્યો.

ઇતિહાસ
07

મણિનગર

MANINAGAR

એક સમયે આ જમીન શેઠ મણિલાલની હતી. એમની યાદમાં વસાવેલો વિસ્તાર કહેવાયો મણિનગર.

ઇતિહાસ
08

આંબાવાડી

AMBAWADI

આંબાવાડી એટલે આંબાની વાડી. ઝાડ ગયાં, પણ નામ રહી ગયું.

આજનું અમદાવાદ
09

નવરંગપુરા

NAVRANGPURA

કહેવાય છે કે ઔરંગઝેબના સૂબા નવરંગમિયાંના નામ પરથી આ વિસ્તારનું નામ પડ્યું.

કહેવાય છે
10

કોચરબ

KOCHRAB

11મી સદીમાં રાજા કર્ણદેવે બંધાવેલા દેવી કોચરબાના મંદિર પરથી. અહીં જ ગાંધીજીનો ભારતમાં પહેલો આશ્રમ હતો.

ઇતિહાસ
11

પાંચકૂવા

PANCHKUVA

પાંચકૂવા એટલે પાંચ કૂવા. અંગ્રેજોએ બાંધેલા દરવાજા પાસેના કૂવા પરથી આખો વિસ્તાર ઓળખાયો.

ઇતિહાસ
12

આશાવલ

ASHAVAL

11મી સદીનું આશાપલ્લી, રાજા આશા ભીલનું નગર. અમદાવાદ વસ્યું એ પહેલાંનું મૂળ ગામ.

ઇતિહાસ