
કાંકરિયા કાર્નિવલ
2008થી દર વર્ષે વર્ષના છેલ્લા અઠવાડિયે: સંગીત, લાઇટ, ખાણીપીણી અને તળાવ ફરતે મેળો. પ્રવેશ મફત હોય છે.

વર્ષભરના મોટા ઉત્સવો, ક્યાં જવું અને ક્યારે. આગળનો ઉત્સવ કેટલો દૂર છે, એ પણ અહીં.

2008થી દર વર્ષે વર્ષના છેલ્લા અઠવાડિયે: સંગીત, લાઇટ, ખાણીપીણી અને તળાવ ફરતે મેળો. પ્રવેશ મફત હોય છે.

AMCનો આંતરરાષ્ટ્રીય ફ્લાવર શો: ફૂલોથી બનેલાં મોટાં શિલ્પ. 2026માં 1થી 22 જાન્યુઆરી સુધી ચાલ્યો હતો.

આકાશ પતંગથી ભરાઈ જાય, “કાઈપો છે!”ની બૂમો, ઊંધિયું-જલેબી. બીજા દિવસે વાસી ઉત્તરાયણ.

પૂનમની રાત્રે હોળી પ્રગટે, બીજા દિવસે ધુળેટીના રંગ.

1878થી નીકળતી ભગવાન જગન્નાથ, બલરામ અને સુભદ્રાજીની રથયાત્રા, આશરે 14 કિમીના રૂટ પર.

મધરાતે કૃષ્ણજન્મ, મટકી ફોડ અને મંદિરોમાં શણગાર.

નવ રાત ગરબા. ગરબો એટલે ઘડામાં દીવો: એનો અર્થ અમારી વાર્તામાં વાંચો.

દીવા, રંગોળી અને મીઠાઈ. દિવાળી પછી ગુજરાતી નવું વર્ષ, “સાલ મુબારક”.
તહેવારોની તારીખો પંચાંગ પ્રમાણે છે; ઘણી વાર એક દિવસનો ફરક પડી શકે. કાર્નિવલ અને ફ્લાવર શોની ચોક્કસ તારીખ AMC જાહેર કરે છે.