@amdavadilens
← બધી વાર્તાઓ ઇતિહાસ

કાંકરિયા

શહેરનું સૌથી જાણીતું તળાવ. પણ નામ “કાંકરિયા” કેમ પડ્યું?

Kankaria·4 મિનિટ વાંચન·Amdavadi Lens

1451. સુલતાન કુત્બુદ્દીન અહમદશાહ બીજાએ શહેરની પૂર્વમાં એક વિશાળ તળાવ બંધાવ્યું. એનું અસલ નામ હતું હૌઝ-એ-કુત્બ. તળાવ 34 બાજુવાળું છે, અને વચ્ચે એક ટાપુ પર બગીચો છે: નગીનાવાડી.

લોકકથા: ખોદકામ વખતે સંત શાહઆલમ.
લોકકથા: ખોદકામ વખતે સંત શાહઆલમ.

નામ પાછળની બે વાત

એક લોકકથા કહે છે કે ખોદકામ વખતે સંત હઝરત શાહઆલમના પગમાં એક કાંકરો વાગ્યો, અને એ બોલી ઊઠ્યા: “કેવો કાંકરો!” ત્યારથી નામ પડ્યું કાંકરિયા.

બીજી વાત ઇતિહાસકારો કહે છે: ખોદકામમાં નીકળેલા ઢગલાબંધ ચૂનાના કાંકરા પરથી આ નામ પડ્યું.

ગમે તે સાચું હોય, 575 વર્ષ પછી પણ નામ એ જ છે.

તળાવ સાથે જોડાયેલો જૂનો શિલાલેખ.
તળાવ સાથે જોડાયેલો જૂનો શિલાલેખ.

આજે કાંકરિયા લેકફ્રન્ટ પર ટોય ટ્રેન, ઝૂ, બાલવાટિકા અને ડિસેમ્બરમાં કાંકરિયા કાર્નિવલ થાય છે. સાંજે અહીં આખું અમદાવાદ ફરવા આવે છે.

આ વાર્તાનો વીડિયો જુઓ

Instagram પર જુઓ →