@amdavadilens
← બધી વાર્તાઓ ઇતિહાસ

દેવી કોચરબા

અમદાવાદથી 300 વર્ષ જૂની દેવી, અને એ આજે પણ પાલડીમાં બિરાજે છે.

Devi Kochraba·5 મિનિટ વાંચન·Amdavadi Lens

અમદાવાદ વસ્યું 1411માં. પણ આ શહેરની એક દેવી એનાથી 300 વર્ષથી પણ વધુ જૂની છે. 11મી સદીમાં સાબરમતીના કિનારે વસ્યું હતું આશાપલ્લી, એટલે આજનું આશાવલ. અહીંના રાજા હતા આશા ભીલ.

પાટણથી રાજા કર્ણદેવ સોલંકી સેના લઈને આવ્યા.
પાટણથી રાજા કર્ણદેવ સોલંકી સેના લઈને આવ્યા.

મેરુતુંગનો ગ્રંથ પ્રબંધ ચિંતામણિ (ઈ.સ. 1305) કહે છે: રાજા કર્ણદેવને ભૈરવી દેવીનું શુભ શુકન મળ્યું, અને એમણે ત્યાં દેવી કોચરબાનું મંદિર બંધાવ્યું. યુદ્ધ જીત્યા પછી એમણે જયંતી દેવીની સ્થાપના કરી, કર્ણેશ્વર મહાદેવ અને કર્ણસાગર તળાવ બંધાવ્યાં, અને નવું નગર વસાવ્યું: કર્ણાવતી.

એ દેવીના નામ પરથી જ આખું ગામ ઓળખાયું: કોચરબ.

મંદિર આજે ક્યાં છે?

કહેવાય છે કે એ મંદિર આજે પણ પાલડીના કોચરબ ગામમાં છે, અને લોકો હવે એને કૌશલ્યા દેવીનું મંદિર કહે છે. એના પાયાના ખોદકામમાં સોલંકી યુગની ઈંટ મળી હોવાનું પણ નોંધાયું છે.

પાયામાંથી મળેલી સોલંકી યુગની ઈંટ.
પાયામાંથી મળેલી સોલંકી યુગની ઈંટ.

અને 1915માં, આ જ કોચરબ ગામમાં ગાંધીજીએ ભારતમાં પોતાનો પહેલો આશ્રમ શરૂ કર્યો. પણ એ કહાની, બીજા દિવસે.

આ વાર્તાનો વીડિયો જુઓ

Instagram પર જુઓ →