@amdavadilens
← બધી વાર્તાઓ આજનું અમદાવાદ

માણેક ચોક

એક ચોક, જે દિવસમાં ત્રણ વાર રૂપ બદલે છે.

Manek Chowk·3 મિનિટ વાંચન·Amdavadi Lens
માણેક ચોક: એક ચોક, જે દિવસમાં ત્રણ વાર રૂપ બદલે છે.

વહેલી સવાર. માણેક ચોકમાં શાકભાજીની લારીઓ ગોઠવાય છે. તાજી મેથી, ટામેટાં અને ભાવતાલની બૂમો. આ ચોકનું પહેલું રૂપ: શાક માર્કેટ.

દિવસ ચડે એટલે એ જ ચોક બની જાય સોના-ચાંદીનું બજાર. અહીંની જૂની દુકાનો અને શરાફી પેઢીઓ દાયકાઓથી ચાલે છે.

અને રાત પડે ત્યારે… આખું અમદાવાદ અહીં જમવા આવે.

રાત્રે ચોક બની જાય છે ખાઉ ગલી. પાંવભાજી, ઘૂઘરા, પિઝા, કુલ્ફી અને પ્રખ્યાત ચોકલેટ સેન્ડવિચ. મોડી રાત સુધી અહીં ભીડ રહે છે.

રાત: માણેક ચોકની ખાઉ ગલી.
રાત: માણેક ચોકની ખાઉ ગલી.

ઇતિહાસ પણ અહીં જ

ચોકનું નામ સંત માણેકનાથ બાવા પરથી છે. નજીકમાં જ બાદશાહનો હજીરો અને રાણીનો હજીરો છે, જ્યાં સુલતાન અહમદશાહ અને એમના પરિવારની કબરો છે.

આ વાર્તાનો વીડિયો જુઓ

Instagram પર જુઓ →