ગરબા શબ્દ આવ્યો છે “ગર્ભદીપ” પરથી. ગર્ભ એટલે માતાના ઉદરમાં રહેલું જીવન, અને દીપ એટલે દીવો. માટીનો ઘડો, એમાં કાણાં, અને અંદર બળતો દીવો.
માટીનો ઘડો એ શરીર છે, અને અંદરનો દીવો એ જીવન.
ઘડાનાં કાણાંમાંથી પ્રકાશ બહાર આવે છે, જેમ શરીરમાંથી ચેતના. એટલે નવરાત્રિમાં ગરબો નારીશક્તિ અને સર્જનનું પ્રતીક છે, મા અંબાની આરાધના.
ગોળ કેમ રમાય છે?
ગરબા હંમેશા ગોળ કુંડાળામાં રમાય છે, વચ્ચે ગરબો કે માતાજી. કહેવાય છે કે આ જીવનનું ચક્ર છે: જન્મ, જીવન અને ફરી શરૂઆત. બધા એક જ કેન્દ્રની આસપાસ ફરે છે.

ડિસેમ્બર 2023માં UNESCOએ ગુજરાતના ગરબાને માનવતાના અમૂર્ત સાંસ્કૃતિક વારસાની યાદીમાં સ્થાન આપ્યું. ગુજરાતનો ગરબો હવે આખી દુનિયાનો વારસો છે.
આ વાર્તાનો વીડિયો જુઓ
Instagram પર જુઓ →