સાબરમતી પાર કરવા એક સમયે હોડીઓ જ સાધન હતી. 1870ના દાયકામાં નદી પર લાકડાનો પુલ બન્યો. પણ 1875ના ભારે પૂરમાં સાબરમતી એ પુલને તાણી ગઈ.
નદી પુલ લઈ ગઈ… પણ શહેરે હાર ન માની.
લોખંડનો પુલ
1892માં નવો, મજબૂત લોખંડનો પુલ બન્યો. લોખંડ છેક બર્મિંગહામથી આવ્યું હતું. પુલનું નામ રખાયું અંગ્રેજ અધિકારી સર બૅરો હેલ્બર્ટ એલિસના નામ પરથી. આ પુલ બનાવવામાં ગુજરાતી એન્જિનિયર હિંમતલાલ ધીરજરામ ભચેચનું મોટું યોગદાન હતું.

એલિસબ્રિજે શહેરના બંને કાંઠા જોડ્યા, અને પશ્ચિમ અમદાવાદ વિકસ્યું. આજે આ પુલનું સત્તાવાર નામ સ્વામી વિવેકાનંદ પુલ છે, પણ લોકો એને હજી પણ એલિસબ્રિજ જ કહે છે.
આ વાર્તાનો વીડિયો જુઓ
Instagram પર જુઓ →