@amdavadilens
← બધી વાર્તાઓ લોકકથા

સસલું અને શહેર

જ્યાં એક નાનકડા સસલાએ શિકારી કૂતરાને ભગાડ્યો, ત્યાં એક બાદશાહે શહેર વસાવ્યું.

The Hare and the City·4 મિનિટ વાંચન·Amdavadi Lens
સસલું અને શહેર: જ્યાં એક નાનકડા સસલાએ શિકારી કૂતરાને ભગાડ્યો, ત્યાં એક બાદશાહે શહેર વસાવ્યું.

ઈ.સ. 1411. સાબરમતીના કિનારે સુલતાન અહમદશાહ શિકારે નીકળ્યા હતા. નદીના પટમાં એમણે એક એવું દ્રશ્ય જોયું, જે કોઈએ પહેલાં જોયું નહોતું. એક નાનકડું સસલું પાછું ફર્યું… અને પોતાની પાછળ પડેલા શિકારી કૂતરાને જ ભગાડવા લાગ્યું.

સુલતાન વિચારમાં પડી ગયા. જે ધરતી પર સસલામાં પણ આટલી હિંમત હોય, એ ધરતી કેવી હશે? એમણે પોતાના ગુરુ, સંત શેખ અહમદ ખટ્ટુ ગંજબક્ષને આ વાત કહી. ગુરુએ કહ્યું, આ જ જગ્યા છે. અહીં શહેર વસાવો.

“જબ કુત્તે પર સસ્સા આયા, તબ બાદશાહને શહર બસાયા.”

ચાર અહમદ

એક બીજી લોકકથા પણ છે. કહે છે કે શહેરનો પાયો ચાર અહમદે મળીને નાખ્યો: સુલતાન અહમદશાહ, સંત શેખ અહમદ ખટ્ટુ, કાઝી અહમદ અને મલિક અહમદ. એટલે જ નામ પડ્યું, અહમદાબાદ.

1411: સાબરમતીના કિનારે નવા શહેરની રૂપરેખા.
1411: સાબરમતીના કિનારે નવા શહેરની રૂપરેખા.

ઇતિહાસ એટલું ચોક્કસ કહે છે કે સુલતાન અહમદશાહે 1411માં આશાવલ પાસે નવું શહેર વસાવ્યું અને એને પોતાની રાજધાની બનાવી. સસલા અને કૂતરાની વાત લોકકથા છે, પણ 600 વર્ષ પછી પણ દરેક અમદાવાદી એ વાત જાણે છે.

આ વાર્તાનો વીડિયો જુઓ

Instagram પર જુઓ →