@amdavadilens
← બધી વાર્તાઓ પરંપરા

નગરદેવી

અમદાવાદની રક્ષા કોણ કરે છે? રાજા નહીં, સિપાઈ નહીં…

The City Goddess·3 મિનિટ વાંચન·Amdavadi Lens
નગરદેવી: અમદાવાદની રક્ષા કોણ કરે છે? રાજા નહીં, સિપાઈ નહીં…

દરેક જૂના નગરને પોતાની એક રક્ષક દેવી હોય છે, નગરદેવી. અમદાવાદ માટે એ સ્થાન છે મા ભદ્રકાળીનું. ભદ્રના કિલ્લાની બાજુમાં એમનું મંદિર છે, શહેરના બરાબર હૃદયમાં.

ભદ્રનો કિલ્લો 1411માં બંધાયો. ઘણા માને છે કે કિલ્લાનું નામ જ દેવી ભદ્રા પરથી પડ્યું છે. લક્ષ્મીજી અને કોટવાલની લોકકથા પણ આ જ જગ્યા સાથે જોડાયેલી છે.

શહેર બદલાયું, રાજા બદલાયા… પણ શ્રદ્ધા એ જ રહી.

નવરાત્રિમાં અને નવા વર્ષે અહીં હજારો ભક્તો દર્શને આવે છે. ભીડ વચ્ચે દીવા, શ્રીફળ અને ચૂંદડી સાથે આજે પણ લોકો એક જ પ્રાર્થના કરે છે: આ શહેર સુરક્ષિત રહે.

ભદ્રકાળી માતાની સંધ્યા આરતી.
ભદ્રકાળી માતાની સંધ્યા આરતી.

આ વાર્તાનો વીડિયો જુઓ

Instagram પર જુઓ →