@amdavadilens
પોળમાં બાળકોને વાર્તા કહેતાં દાદીમા
Folk Tales · Mother Goddesses · Temples

લોકકથા, લોકમાતા અને મંદિર

જે વાર્તાઓ દાદીમાના મોઢે સાંભળી, જે દેવીઓ શહેરની રક્ષા કરે છે, અને જે મંદિરો આજે પણ શહેરનો ધબકાર છે.

Legends of Ahmedabad, the city goddess Bhadrakali, Devi Kochraba, the Sabarmati river and famous temples.

Lokmata

શહેરની લોકમાતા

ભદ્રકાળી માતાની સંધ્યા આરતી.
The City Goddess

મા ભદ્રકાળી

અમદાવાદનાં નગરદેવી. ભદ્રના કિલ્લા પાસે બિરાજે છે, અને શહેર એમને પોતાનાં રક્ષક માને છે.

લોકમાન્યતા: લક્ષ્મીજી આ શહેર છોડીને ન ગયાં, એ વાર્તા પણ અહીંથી જ શરૂ થાય છે.

આજે પણ: નવા શહેરની વચ્ચે જૂનું સ્થાનક.
Older than the City

દેવી કોચરબા

અમદાવાદ વસ્યું 1411માં, પણ કોચરબા દેવીનો ઉલ્લેખ એનાથી પહેલાંના ગ્રંથમાં મળે છે. આજે પણ પાલડીમાં પૂજાય છે.

ઇતિહાસકારો કહે છે: “પ્રબંધ ચિંતામણિ” (1305)માં કર્ણદેવે બંધાવેલા કોચરબા મંદિરનો ઉલ્લેખ છે.

સાબરમતીના ઘાટ પર દીવા
Mother River

લોકમાતા સાબરમતી

ગુજરાતમાં નદીઓને “લોકમાતા” કહેવાય છે. અરવલ્લીમાંથી નીકળતી સાબરમતીના કિનારે જ સુલતાને શહેર વસાવ્યું.

સસલા અને કૂતરાની લોકકથા પણ આ જ કિનારે બની હોવાનું મનાય છે.

Lokkatha

પેઢી દર પેઢી કહેવાતી વાર્તાઓ

દરેક વાર્તામાં લોકકથા અને ઇતિહાસ અલગ લેબલ સાથે.

બધી લોકકથાઓ →
Temples

અમદાવાદનાં મંદિરો

દરેક મંદિર સાથે નજીકનું મેટ્રો અને BRTS સ્ટેશન. હઠીસિંહનાં દેરાં અને અક્ષરધામ હેરિટેજ ગાઇડમાં છે.

નકશો ખોલો →
નગરદેવી ભદ્રકાળી મંદિર

નગરદેવી ભદ્રકાળી મંદિર

Bhadrakali Temple, Bhadra

અમદાવાદનાં નગરદેવી. શહેરનાં સૌથી જૂનાં મંદિરોમાંનું એક, ભદ્રના કિલ્લા પાસે.

✦ નવરાત્રિમાં ખાસ શણગાર
મેટ્રો: ઘીકાંટા · 698 મી.
BRTS: Lokamanya Tilak Baug · 312 મી.
જગન્નાથજી મંદિર, જમાલપુર

જગન્નાથજી મંદિર, જમાલપુર

Jagannath Temple, Jamalpur

લગભગ સાડા ચારસો વર્ષ જૂની જગ્યા, જેની શરૂઆત હનુમાનદાસજીના નાના હનુમાન મંદિરથી થઈ. 1878થી અહીંથી રથયાત્રા નીકળે છે.

✦ અષાઢી બીજે રથયાત્રા
મેટ્રો: ઘીકાંટા · 2.0 કિમી
BRTS: Municipal Corporation Office · 1.1 કિમી
સ્વામિનારાયણ મંદિર, કાલુપુર

સ્વામિનારાયણ મંદિર, કાલુપુર

Swaminarayan Temple, Kalupur

સ્વામિનારાયણ સંપ્રદાયનું પહેલું મંદિર, 1822. જમીન અંગ્રેજ સરકારે આપી હતી. લાકડાની બારીક કોતરણી જોવા જેવી.

✦ AMCની હેરિટેજ વૉક અહીંથી શરૂ થાય છે
મેટ્રો: ઘીકાંટા · 453 મી.
BRTS: Delhi Darwaja · 859 મી.
કૅમ્પ હનુમાન મંદિર

કૅમ્પ હનુમાન મંદિર

Camp Hanuman Temple

શાહીબાગના લશ્કરી કૅન્ટોનમેન્ટમાં આવેલું શહેરનું જાણીતું હનુમાન મંદિર. અંગ્રેજોના સમયથી ઓળખાય છે.

✦ ફોટો ID સાથે રાખો; મંગળ-શનિ ભીડ
મેટ્રો: એ ઇ સી · 1.4 કિમી
BRTS: Hanuman Camp · 377 મી.
કોચરબા દેવી મંદિર, પાલડી

કોચરબા દેવી મંદિર, પાલડી

Kochrab Devi Temple, Paldi

અમદાવાદ વસ્યું તે પહેલાંનાં દેવી. કોચરબ ગામ અને આજનો કોચરબ વિસ્તાર આ નામ સાથે જોડાયેલાં છે.

✦ આશ્રમ સાથે એક જ સફરમાં
મેટ્રો: પાલડી · 718 મી.
BRTS: M J Library · 1.4 કિમી
ઇસ્કોન મંદિર

ઇસ્કોન મંદિર

ISKCON Temple, Ahmedabad

SG હાઇવે પાસેનું મોટું કૃષ્ણ મંદિર. સાંજની આરતી અને કીર્તન માટે જાણીતું.

✦ જન્માષ્ટમીએ ભારે ભીડ
મેટ્રો: થલતેજ ગામ · 2.2 કિમી
BRTS: ISKCON Cross Road · 329 મી.
વૈષ્ણોદેવી તીર્થધામ

વૈષ્ણોદેવી તીર્થધામ

Vaishno Devi Temple, SG Highway

SG હાઇવે પર કૃત્રિમ પહાડી પર બનેલું મંદિર: ગુફાનો રસ્તો અને પગથિયાં ચઢીને દર્શન.

✦ સાંજે લાઇટિંગ સરસ
મેટ્રો: મોટેરા સ્ટેડિયમ · 7.3 કિમી
BRTS: Gota Vasant Nagar Township · 4.0 કિમી
અમદાવાદના દરવાજાનો નકશો
Your Story

તમારી પોળની લોકકથા મોકલો

દાદા-દાદી પાસેથી સાંભળેલી કોઈ વાર્તા, કોઈ નાની દેરી કે માતાજીનું સ્થાનક? Instagram DMમાં મોકલો. તપાસીને આગળની વાર્તામાં લઈશું.

DM કરો →
Amdavadi Lens લોગો