ઘણા માને છે કે અમદાવાદને 12 દરવાજા હતા. કેટલાક ઇતિહાસકારો 16 કહે છે, અને ઇન્ડોલોજિસ્ટ્સને 21 મળ્યા. શહેરનો બીજો કિલ્લો આશરે 1487માં મહમૂદ બેગડાના સમયમાં પૂરો થયો.
The historic gates of Ahmedabad on one map, with the story behind each darwaza.

અહમદશાહે બંધાવ્યો અને 1415માં પૂરો થયો. AMCના લોગોમાં આ જ દરવાજા છે. 1812માં અહીં કોતરાયેલા ફરમાને દીકરીઓને પૈતૃક મિલકતમાં સમાન હક્ક આપ્યો.

અહીંથી દિલ્હી જવાનો રસ્તો નીકળતો, એટલે નામ પડ્યું દિલ્હી દરવાજા. પહેલાં એ “ઇડરિયો દરવાજો” કહેવાતો, અને મહમૂદ બેગડાના સમયમાં બન્યો.

દરિયાખાનના નામ પરથી નામ પડ્યું, એમનો મકબરો પાસે જ છે. સલ્તનતના સૈનિકો અને કાફલા આ દરવાજેથી પસાર થતા.

અહીં “પ્રેમ” એટલે love નહીં! નામ પડ્યું નગરશેઠ પ્રેમાભાઈ પરથી. 1864માં બનેલા આ દરવાજા માટે પહેલાં “પ્રિન્સ ઓફ વેલ્સ” જેવાં નામ વિચારાયાં હતાં.

પાંચકૂવા એટલે પાંચ કૂવા. 1871માં અંગ્રેજોએ રેલવે સ્ટેશન સુધી સહેલાઈથી પહોંચવા આ દરવાજો બનાવ્યો.

નાકથી ઓળખાતો દરવાજો! ભજીયાની સુગંધ આવે એટલે સમજી જવાનું કે રાયપુર દરવાજા આવી ગયો.

રંગકામમાં વપરાતી મજીઠના વેપાર માટે જાણીતો. રંગરેજો માલ લાવવા-લઈ જવા આ જ દરવાજો વાપરતા.

આ દરવાજો અપશુકનિયાળ મનાતો, એટલે એને ચણીને બંધ કરી દેવાયો. લોકો એને કહેતા “બંધ દરવાજો”.

દક્ષિણમાં વડોદરા અને ખંભાત તરફ જવાનો મુખ્ય દરવાજો. આજે પણ રથયાત્રામાં ભગવાન જગન્નાથના રથ અહીંથી પસાર થાય છે.

ગણેશ દરવાજો આજે એલિસબ્રિજ નીચે દટાયો છે. સીદી સૈયદની મસ્જિદ સામેનો લાલ દરવાજો પણ હવે નથી, રહી ગયું ફક્ત નામ!
Esc દબાવી બંધ કરો